સોમવાર, 3 સપ્ટેમ્બર, 2018

TET FOR TEACHER'S DAY

                            નમસ્કાર મિત્રો...
                                       
                                        દર વર્ષે શાળાઓમાં 5 મી સપ્ટેમ્બરના દિવસે આપણે શિક્ષક દિનનું આયોજન કરતા હોઈએ છીએ. આ વર્ષે અમારી શામપુર પ્રાથમિક શાળા નં-1 માં પણ આનું આયોજન થયું, પણ થોડી અલગ રીતે. આ વર્ષે અમે નક્કી કર્યું કે શિક્ષકદિને શિક્ષક બનવા માંગવા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવે. અને જે વિદ્યાર્થીઓ પાસ થાય અને મેરીટમાં આવે તેમને શિક્ષક બનાવવામાં આવે. એનાથી વિદ્યાર્થીઓને ખબર પડે કે મોટા થઈને ભવિષ્યમાં પણ નોકરી મેળવવા માટે આ પ્રકારની પરીક્ષાઓ આપવી પડશે. જેનાથી વિદ્યાર્થીઓ માહિતગાર થાય. આનું અમને ખુબ સરસ પરિણામ મળ્યું છે. અમે બધા વિષયોને આવરી લેતી અને વિદ્યાર્થીઓની કક્ષા મુજબ 50 ગુણની કસોટી લીધી, જેનું નામ આપ્યું, 'TET FOR TEACHER'S DAY' . અમારી શાળામાંથી 42 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. બીજા મિત્રોને પણ આનો લાભ મળે એ માટે હું આ કસોટીની PDF ફાઈલ અને WORD ફાઈલ હું મારા બ્લોગમાં મુકું છું. જે શિક્ષક મિત્રોને ઉપયોગી થશે તેવી આશા છે.....


   PDF ફાઈલ અહીંથી ડાઉનલોડ કરો.

   SET- A

   SET- B

  WORD ફાઈલ અહીંથી ડાઉનલોડ કરો. 
 
  SET- A

  SET- B

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો